Skip to main content

This is archived content from the U.S. Department of Justice website. The information here may be outdated and links may no longer function. Please contact webmaster@usdoj.gov if you have any questions about the archive site.

Press Release

ન્યુ જર્સી ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસ, ન્યાય વિભાગ અને ડિઆવાસ અને શહેરી વિકાસ વિભાગે ન્યુ જર્સીમાં રેડલાઇનિંગના આક્ષેપો ઉકેલવા માટે ઓશનફર્સ્ટ બેંક પાસેથીથી $15 મિલિયનથી વધુની ચુકવણી પ્રાપ્ત કરી

For Immediate Release
Office of Public Affairs

ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગ, એટલે કે ન્યુ જર્સી ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઑફિસ અને આવાસ અને શહેરી વિકાસ વિભાગ (HUD) એ આજે ​​જાહેરાત કરી કે ઓશનફર્સ્ટ બેંક, N.A એ ન્યૂ જર્સીમાં મિડલસેક્સ, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીઝમાં મુખ્યત્વે આફ્રિકન, હિસ્પેનિક અને એશિયન લોકોની લોન નામંજૂર કરીને ધિરાણમાં ભેદભાવની પદ્ધતિ અથવા પ્રથા અપનાવવાના આક્ષેપોનું નિરાકરણ કરવા $15 મિલિયનથી વધુની ચુકવણી કરવા માટે સમંતિ આપી. રેડલાઇનિંગ એ એક ગેરકાયદેસર પ્રથા છે જેમાં ધિરાણકર્તાઓ, જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે, યુએસની બહારના નાગરિકોને ધિરાણ સેવાઓ આપવાનું ટાળે છે.

ઑક્ટોબર 2021માં, એટર્ની જનરલ ગારલેન્ડ અને આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્લાર્કે ન્યાય વિભાગની કોમ્બેટિંગ રેડલાઇનિંગ પહેલ શરૂ કરી, જે મિશ્રિત વંશના વિવિધ સમુદાયો સામેના ભેદભાવની આ નિરંતર પ્રથાને દૂર કરવા માટેનો સંકલિત રીતે અમલમાં મુકેલો પ્રયાસ છે. આ પહેલથી દેશભરમાં યુએસ એટર્ની ઑફિસો, નિયમનકારી ભાગીદારો અને રાજ્યની  એટર્ની જનરલ ઑફિસમાં તેના ભાગીદારો સાથે ભાગીદારીને મજબૂત જેથી આ વિભાગની પહોંચ પણ વધી છે. 2021 થી, વિભાગે 13 રેડલાઇનિંગના આક્ષેપોના ઉકેલો લાવ્યા અને સમગ્ર દેશમાં ધિરાણના ભેદભાવનો સામનો કરી ચુક્યા વિવિધ નાગરિકો માટે $137 મિલિયનથી વધુની રાહત મેળવી છે.

એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડે જણાવ્યું હતું કે, "આ રકમ, અને ન્યાય વિભાગ દ્વારા સમગ્ર દેશમાં સમુદાયો માટે $137 મિલિયનથી વધુની મેળવેલી રાહત, તે ખાતરી કરવામાં મદદ કરશે કે અમેરિકનોની ભાવિ પેઢીઓને વારસામાં પોતાનું ઘર મળે કે જેના માટે તેઓએ પણ નામંજૂરીનો સામનો કર્યો હતો". “રેડલાઇનિંગ ગેરકાનૂની છે, તે હાનિકારક છે અને તે ખોટું છે. ન્યાય વિભાગ બેંકો અને મોર્ટગેજ કંપનીઓને રેડલાઇનિંગ માટે જવાબદાર ઠરાવવાનું ચાલુ રાખશે અને આ ભેદભાવપૂર્ણ પ્રથાઓથી સતત પીડાતા સમુદાયોને રાહત પ્રદાન કરશે."

યુએસ એટર્ની ફિલિપ આર સેલિંગરે જણાવ્યું હતું કે, "રેડલાઇનિંગ એક અસમાન વાતાવરણ બનાવે છે જે અયોગ્ય રીતે યુએસની બહારના નાગરિકોને, અમેરિકનનું સપનું, એટલે કે પોતાનું ઘર ખરીદવાથી અટકાવે છે, અને આ પ્રકારનો પ્રણાલીગત અને ઇરાદાપૂર્વકનો ભેદભાવ અસહ્ય છે અને સહન કરવામાં નહીં આવે." “21મી સદીમાં રેડલાઇનિંગ ચાલુ રહે છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા તમામ નાગરિકોને તેમનું પોતાનું ઘર ખરીદવાની તક મળે કારણ કે આ આપણા બધા માટે સમુદાયોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ કરાર ન્યુ જર્સીમાં રેસિડેન્શિયલ મોર્ટગેજ લેન્ડિંગમાં ગેરકાયદેસર અને ભેદભાવપૂર્ણ અવરોધોને દૂર કરવા માટે એક મોટું પગલું છે.”

ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે જણાવ્યું હતું કે, "ઘણી વાર, મિશ્રિત વંશના લોકોને લોનની સમાન ઉપલબ્ધતા અને પેઢીગત સંપત્તિનું નિર્માણ કરવાની તક આપવામાં નથી આવી". “વર્તમાન દિવસના રેડલાઇનિંગને દૂર કરવાના ઐતિહાસિક પ્રયાસો દ્વારા, અમે પીડિત પરિવારો અને સમુદાયો માટે પોતાનું ઘર ખરદીવાની નવી તકો ખોલી છે. આ કરાર તમામ અમેરિકનો માટે વંશીય અને આર્થિક ન્યાય પ્રાપ્ત કરવા સહીત બેંકો અને નાણાકીય સંસ્થાઓને તેમના ભેદભાવપૂર્ણ કાર્ય માટે જવાબદાર ઠરાવવાની ન્યાય વિભાગની પ્રતિબદ્ધતા દર્શાવે છે."

HUDના કાર્યકારી સચિવ એડ્રિયન ટોડમેને જણાવ્યું હતું કે, "રેડલાઇનિંગ ગેરકાયદેસર હોવાની સાથે-સાથે દેશના હજારો રંગીન પરિવારો માટે અયોગ્ય રીતે આર્થિક તકોના દરવાજા બંધ કરે છે". “ન્યાય વિભાગમાં અમારા ભાગીદારો સાથે મળીને, HUD આવાસ ક્ષેત્રમાં તમામ પ્રકારના ભેદભાવને જડમૂળથી દૂર કરીને ફેર હાઉસિંગ એક્ટ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજની જાહેરાત ન્યાય હાંસલ કરવા અને અમેરિકનો માટે, ખાસ કરીને જેમને ભૂતકાળમાં લોન નામંજૂર કરવામાં આવી છે, તેમના માટે સમાન તકો ઊભી કરવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે."

ન્યાય વિભાગની ફરિયાદ, જે આજે ન્યુ જર્સીના ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ છે કે, 2018 થી અંદાજે 2022 સુધી, ઓશનફર્સ્ટ બેંકે મિડલસેક્સ, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીઝમાં મુખ્યત્વે આફ્રિકન, હિસ્પેનિક અને એશિયન લોકોની લોન નામંજૂર કરી હતી અને તે સમુદાયોમાં લોન મેળવવા માંગતા લોકોની હોમ લોન મેળવવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ફરિયાદમાં એવો વિશિષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓશનફર્સ્ટએ મુખ્યત્વે અમેરિકન સમુદાયો પર અપ્રમાણસર રીતે તેની પહોંચ વિસ્તૃત કરવા અને જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેની શાખાઓ અમેરિકન ક્ષેત્રોમાં ખોલી, અને તે કાઉન્ટીઓમાં મોટી સંખ્યામાં- અમેરિકન હિસ્પેનિક અને એશિયન ક્ષેત્રમાં તેની થોડી-ઘણી શાખાઓ બંધ કરી દીધી.

ન્યાય વિભાગે તેના આક્ષેપો, કોર્ટની મંજૂરીને આધીન, પ્રસ્તાવિત સંમતિ આદેશ દ્વારા ઉકેલ્યા છે. વધુમાં, ઓશનફર્સ્ટ અને HUD એ સમકક્ષ શરતો સાથે સમાધાન કરાર કર્યા છે. તે ઠરાવોમાં, ઓશનફર્સ્ટ નીચે મુજબ કરવા માટે સંમત છે:

  • મિડલસેક્સ, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીમાં મોટી સંખ્યામાં-બ્લેક, હિસ્પેનિક અને એશિયન રહેવાસીઓ માટે હોમ મોર્ગેજ, ઘર સુધારણા અને હોમ રિફાઇનાન્સ લોનની ઉપલબ્ધતા વધારવા માટે લોન સબસિડી ફંડમાં ઓછામાં ઓછા $14 મિલિયનનું રોકાણ કરવા;
  • તે કાઉન્ટીઓમાં મુખ્યત્વે અમેરિકન, હિસ્પેનિક અને એશિયન રહેવાસીઓ માટે ક્રેડિટ, ગ્રાહકને નાણાકીય શિક્ષણ, મકાનમાલિકી અને ફોરક્લોઝર નિવારણ સંબંધિત સેવાઓ પ્રદાન કરવા માટે સામુદાયિક ભાગીદારી પર $400,000 ખર્ચ કરવા;
  • તે કાઉન્ટીઓમાં મુખ્યત્વે આફ્રિકન, હિસ્પેનિક અને એશિયન ક્ષેત્રો પર કેન્દ્રિત જાહેરાત, આઉટરીચ, ગ્રાહકને નાણાકીય શિક્ષણ અને ક્રેડિટ કાઉન્સેલિંગ પર $700,000 ખર્ચ કરવા;
  • તે કાઉન્ટીઓમાં મુખ્યત્વે આફ્રિકન, હિસ્પેનિક અને એશિયન ક્ષેત્રમાં લોન પ્રોડક્શન ઑફિસ ખોલવા અને બેંકની તાજેતરમાં ખોલેલી સંપૂર્ણ-સેવા શાખાની જાળવણી કરવા, જેમાં દરેક સ્થાન માટે ઓછોમાં ઓછો એક મોર્ટગેજ લોન અધિકારીને નિયુક્ત કરેલ હોવો જોઈએ;
  • સમુદાયમાં ધિરાણની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા, તેની વાજબી ધિરાણ અનુપાલન વ્યવસ્થાપન પ્રણાલીઓનું મૂલ્યાંકન કરવા અને વાજબી ધિરાણ અંગે સ્ટાફની ટ્રેનિંગ આયોજિત કરવા; અને
  • સામુદાયિક ધિરાણના ડિરેક્ટરની નિમણૂક કરવા, જે રંગીન સમુદાયોમાં હોમ મોર્ટગેજ ક્રેડિટના સતત વિકાસની દેખરેખ રાખશે.

યુએસ એટર્ની ઑફિસ અને ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગે બેંકના નિયમનકાર, ઑફિસ ઑફ ધ કમ્પ્ટ્રોલર ઑફ ધ કરન્સી (OCC) તરફથી રેફરલ પ્રાપ્ત કર્યા પછી ઓશનફાર્સ્ટની ધિરાણ પદ્ધતિઓની તેમની તપાસ શરૂ કરી. ઓશનફાર્સ્ટએ આ તપાસમાં સહકાર આપ્યો અને રેડલાઇનિંગના આક્ષેપોને ઉકેલવા માટે ન્યાય વિભાગ અને HUD સાથે કામ કર્યું.

ન્યાય વિભાગ દ્વારા ન્યાયી ધિરાણ માટે અમલમાં મુકાયેલા કાર્ય વિશેની માહિતી www.justice.gov/fairhousing પર મળી શકે છે. લોકો યુએસ ન્યાય વિભાગની હાઉસિંગ ડિસ્ક્રિમિનેશન ટીપ લાઇનને 1-833-591-0291 પર કૉલ કરીને અથવા ઑનલાઇન રિપોર્ટ સબમિટ કરીને ધિરાણમાં ભેદભાવની સૂચના આપી શકે છે. યુએસ એટર્ની ઓફિસના નાગરિક અધિકાર અમલીકરણ વિશેની માહિતી www.justice.gov/usao-nj/civil-rights-enforcement પર ઉપલબ્ધ છે. ન્યુ જર્સીના ડિસ્ટ્રિક્ટની વ્યક્તિઓ પણ અહીં નાગરિક અધિકારોના ઉલ્લંઘનની જાણ કરી શકે છે અથવા (855) 281-3339 પર યુએસ એટર્નીની સિવિલ રાઇટ્સ હોટલાઇનને કૉલ કરીને પણ જાણ કરી શકે છે.

સરકારનું પ્રતિનિધિત્વ, યુએસ એટર્ની ઑફિસના નાગરિક અધિકાર વિભાગના સહાયક યુએસ એટર્ની સુસાન મિલેન્કી અને ટ્રાયલ એટર્ની નાથન શુલોક, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ, સિવિલ રાઇટ્સ ડિવિઝન, હાઉસિંગ અને સિવિલ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

Updated February 6, 2025

Topics
Civil Rights
Fair Housing
Press Release Number: 24-1169