Skip to main content

ધિક્કાર અપરાધની જાણ કરો અથવા મદદ મેળવો (Gujarati)

હમણાં મદદ મેળવો

તાત્કાલિક મદદ કેવી રીતે મેળવવી તે સમજવા અને તમે સાક્ષી રહ્યા હો અથવા અનુભવ્યો હોય તેવા દ્વેષપૂર્ણ ગુનાની કેવી રીતે જાણ કરવી તે સમજવા માટે નીચેની સૂચનાઓ વાંચો.

કટોકટીમાં, તાત્કાલિક મદદ મેળવવા માટે 9-1-1 અથવા તમારી સ્થાનિક પોલીસને ડાયલ કરો.

ધિક્કાર અપરાધની જાણ કરવા માટે:

જો તમે માનતા હો કે તમે ધિક્કાર અપરાધનો ભોગ બન્યા છો અથવા તમે ધિક્કાર અપરાધના સાક્ષી છો-

પગલું 1: તમારા રાજ્ય અથવા સ્થાનિક પોલીસને ગુનાની જાણ કરો.

 • 9-1-1 ડાયલ કરો અથવા તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનને કૉલ કરો.
 • પોલીસ અધિકારીઓ ગુનાની તપાસ કરતા હોવાથી વધુ માહિતી માટે તમારો સંપર્ક કરી શકે છે.

પગલું 2: ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેટિંગ (FBI)ને ગુનાની જાણ કરીને તરત જ આ રિપોર્ટનું અનુસરણ કરો.

 • ઑનલાઇન: તમે ધિક્કાર અપરાધની જાણ FBI ને ઑનલાઇન કરી શકો છો: tips.fbi.gov.
 • પૉપ-અપ્સ પરની સૂચનાઓને અનુસરો અને ધિક્કાર અપરાધની જાણ કરવા માટે ઑનલાઇન ફોર્મ ભરો.
 • ફોન દ્વારા: FBI ને 1-800-CALL-FBI (1-800-225-5324) પર કૉલ કરો.
 • તમે તમારી સ્થાનિક FBI ફીલ્ડ ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો. તમારી સૌથી નજીકની FBI ફિલ્ડ ઑફિસનો ફોન નંબર www.fbi.gov/contact-us/field-offices પર શોધો.
 • ગુનાની તપાસ કરતી વખતે FBI વધુ માહિતી માટે તમારો સંપર્ક કરી શકે છે.

એફબીઆઇ ટેલીફોન દુભાષિયાઓ રાખે છે જેથી તેઓ તમારી સાથે વાત કરી શકે. જ્યારે તમે કૉલ કરશો ત્યારે ત્યાં અંગ્રેજી અથવા સ્પેનિશમાં રેકૉર્ડ કરેલો એક મિનિટનો સંદેશ મળશે. જ્યાં સુધી તમે જીવંત ઑપરેટરને ન સાંભળો ત્યાં સુધી લાઇન પર રહો. તમે બોલો છો તે ભાષાનું નામ કહો અને ઑપરેટર તમે જેના વિશે જાણો છો અથવા અનુભવ કર્યો છે તે દ્વેષપૂર્ણ ગુનાની જાણ કરવામાં તમારી મદદ માટે તમને લાયકાત ધરાવતા દુભાષિયા સાથે જોડશે.

તમારો અવાજ મહત્વપૂર્ણ છે: દરેક નફરતની ઘટનામાં ગુનાનો સમાવેશ થતો નથી. તમે નાગરિક અધિકાર વિભાગને કોઈપણ ઘટનાની જાણ civilrights.justice.gov પર કરી શકો છો. સંભવિત પરિણામોમાં શામેલ છે:

 • વધુ માહિતી માટે અનુસરણ,
 • મધ્યસ્થી અથવા તપાસ શરૂ કરવી,
 • વધુ મદદ માટે તમને બીજી સંસ્થા તરફ લઈ જવું, અથવા
 • તમને જાણ કરવી કે અમે મદદ કરી શકતા નથી.

ઘટનાથી પ્રભાવિત લોકો અને સમુદાયો હજુ પણ નીચે દર્શાવેલ રાહત માટે લાયક હોઈ શકે છે.

દ્વેષપૂર્ણ ગુનો શું છે?

ગુનો

+

પૂર્વગ્રહ પર આધારિત ગુનો આચરવા માટેની પ્રેરણા

=

દ્વેષપૂર્ણ ગુનો

દ્વેષભાવ: આ શબ્દ “દ્વેષપૂર્ણ” ગેરમાર્ગે દોરનારો હોઈ શકે છે. જ્યારે દ્વેષપૂર્ણ ગુનાના કાયદામાં ઉપયોગમાં લેવાય છે, ત્યારે આ શબ્દ “દ્વેષપૂર્ણ” નો અર્થ ક્રોધ, ગુસ્સો અથવા સામાન્ય અણગમો થતો નથી. આ સંદર્ભમાં “દ્વેષપૂર્ણ” એટલે કાયદા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતા લોકો અથવા જૂથોની સામે પૂર્વગ્રહ.

ગુનો: દ્વેષપૂર્ણ ગુનામાં “ગુનો” એ ઘણીવાર હિંસક ગુનો, જેમ કે આવા ગુનાઓ આચરવા માટે હુમલો, હત્યા, આગચંપી, તોડફોડ અથવા ધમકીઓ હોય છે. તે કાવતરું ઘડવા અથવા અન્ય વ્યક્તિને આવા ગુના કરવા માટે પૂછવાનું પણ આવરી લે તેમ બની શકે છે, ભલે તે ગુનો ક્યારેય કરવામાં આવ્યો ન હોય.

પૂર્વગ્રહ અથવા દ્વેષપૂર્ણ ઘટના: પૂર્વગ્રહના કૃત્યો કે જે ગુના નથી અને તેમાં હિંસા, ધમકીઓ અથવા મિલકતને નુકસાન સામેલ નથી.

ફેડરલ દ્વેષપૂર્ણ ગુના અંગેના કાયદા આના આધારે કરવામાં આવતા ગુનાઓને આવરી લે છે:

વર્ણ વિકલાંગતા
વંશીયતા/ રાષ્ટ્રીય મૂળ રંગ
જાતીય અભિગમ લિંગ
લૈગિક ઓળખ ધર્મ

 

રાજ્યના દ્વેષપૂર્ણ ગુનાના કાયદાઓ ભિન્ન હોય છે. મોટાભાગનામાં જાતિ, રંગ અને ધર્મના આધારે આચરવામાં આવેલા ગુનાઓનો સમાવેશ થાય છે. ઘણામાં વધારાની શ્રેણીઓ પણ સામેલ છે.

પ્રથમ સુધારો અને મુક્ત ભાષણ:

યુ.એસ. બંધારણના પ્રથમ સુધારા હેઠળ, માત્ર તેમની માન્યતાઓ માટે લોકોની ઉપર કાર્યવાહી કરી શકાતી નથી, ભલે પછી તે માન્યતાઓ અપમાનજનક હોય. પ્રથમ સુધારો, તેમ છતાં, સંરક્ષિત માન્યતાને કારણે ગુના કરનારા લોકોનું રક્ષણ કરતો નથી.

Updated November 17, 2023