Skip to main content
Press Release

જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં ભાષા ઍક્સેસ નાગરિક અધિકાર બાબતના અંતિમ ઠરાવની જાહેરાત કરી

નોંધ: આ પ્રેસ રિલીઝનો વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. નીચે જોડાણો જુઓ.

વોશિંગ્ટન – ન્યાય વિભાગે જાહેરાત કરી કે તેણે ફોર્ટ બેન્ડ કાઉન્ટી (Fort Bend County, FBC) કોર્ટને સંડોવતા તેના નાગરિક અધિકારોના મામલે અંતિમ ઠરાવ મેળવ્યો છે. FBC એ જૂન 2021ના કરાર મેમોરેન્ડમ (Memorandum of Agreement, MOA) ના તમામ શરતોનું પાલન કર્યું છે અને પરિણામે, વિભાગ આ બાબતને બંધ કરી રહ્યું છે.

ડિપાર્ટમેન્ટે શરૂઆતમાં આ મામલો એવા આરોપોના આધારે ખોલ્યો હતો કે FBC કોર્ટ મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય (limited English proficiency, LEP) ધરાવતા લોકો સાથે તેમના રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવ કરે છે અને 1964 ના નાગરિક અધિકાર અધિનિયમ (શીર્ષક VI) ના શીર્ષક VI ના ઉલ્લંઘનમાં ફરિયાદી સામે બદલો લીધો જે ફેડરલ નાણાકીય સહાયના કોઈપણ પ્રાપ્તકર્તા દ્વારા જાતિ, રંગ અને રાષ્ટ્રીય મૂળના ભેદભાવને પ્રતિબંધિત કરે છે. એક ફરિયાદમાં આરોપ છે કે FBC ડિસ્ટ્રિક્ટ કોર્ટે વિયેતનામીસના દુભાષિયાના LEP સાથેના ફોજદારી પ્રતિવાદીને અરજીની સુનાવણી માટે જરૂરી હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પ્રતિવાદી અથવા તેના વકીલે વિયેતનામીસ દુભાષિયાને શોધીને તેના માટે ચૂકવણી કરવી પડશે. 29 જૂન, 2021ના રોજ, વિભાગ અને FBC એ MOA સાથે તપાસનું નિરાકરણ કર્યું જેમાં LEP સાથે કોર્ટના વપરાશકર્તાઓ માટે FBC ની ભાષા ઍક્સેસ નીતિઓમાં નોંધપાત્ર ફેરફારોની જરૂર હતી.

ત્યારથી, FBC એ LEP સાથે કોર્ટના વપરાશકર્તાઓ માટે ઍક્સેસ સુધારવા અને શીર્ષક VI ની આવશ્યકતાઓનુંપાલન કરવા માટે નોંધપાત્ર ફેરફારો કર્યા છે. ઉદાહરણ તરીકે, FBC:

ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે જણાવ્યું હતું કે “ફોર્ટ બેન્ડ કાઉન્ટી કોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી નવી નીતિઓ અને પ્રથાઓ મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય ધરાવતા લોકો માટે અર્થપૂર્ણ ભાષા ઍક્સેસ પ્રદાન કરવામાં મદદ કરી રહી છે. હું આશા રાખું છું કે અન્ય કોર્ટ સિસ્ટમ ફોર્ટ બેન્ડ કાઉન્ટીના ઉદાહરણને અનુસરે અને કોર્ટના વપરાશકર્તાઓને કોઈ પણ ખર્ચ વિના દુભાષિયા સેવાઓ પ્રદાન કરવા પગલાં લે. આપણા દેશમાં ન્યાયની પહોંચ ફક્ત તમારી અંગ્રેજીમાં પ્રાવીણ્યને કારણે મર્યાદિત અથવા નકારી ન હોવી જોઈએ.”

ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની અલમદાર એસ. હમદાનીએ જણાવ્યું હતું કે “ફોર્ટ બેન્ડ કાઉન્ટી ટેક્સાસમાં સૌથી વધુ વૈવિધ્યસભર કાઉન્ટીઓમાંની એક છે જ્યાં લગભગ અડધી વસ્તી સ્પેનિશ, પૂર્વ એશિયન અને દક્ષિણ એશિયન મૂળની છે. વકીલ, ઇમિગ્રન્ટ અને ભારતીય મૂળના, શ્રમિક વર્ગના માતાપિતાના પુત્ર તરીકે, મેં, પ્રથમ હાથે, અમેરિકાના નવા નિવાસીઓ કે જેઓ બીજી ભાષા તરીકે અંગ્રેજી બોલે છે, અને ખાસ કરીને કોર્ટની કાર્યવાહી દરમિયાન દુભાષિયાઓની જરૂરિયાત માટેના સંઘર્ષ જોયા છે. ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઑફિસમાં અને સિવિલ રાઇટ ડિવિઝનમાં વકીલઓની સખત મહેનતને કારણે, તમામ રહેવાસીઓ, રાષ્ટ્રીય મૂળને ધ્યાનમાં લીધા વિના, ફેમિલી કોર્ટની બાબતો, ફોજદારી અને સામાન્ય સિવિલ બાબતોથી માંડીને બધું જ હેન્ડલ કરવા માટે કોર્ટ સિસ્ટમની સંપૂર્ણ ઍક્સેસ હશે. હું અન્ય કાઉન્ટીઓ અને ઑફિસ ઑફ કોર્ટ એડમિનિસ્ટ્રેશન સાથે કામ કરવા આતુર છું જેથી ટેક્સાસના સમગ્ર દક્ષિણ ડિસ્ટ્રિક્ટમાં આ પ્રયાસોની નકલ કરવામાં આવે."

આ બાબત સિવિલ રાઇટ્સ ડિવિઝનના એટર્ની અને ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઑફિસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. 

નાગરિક અધિકાર વિભાગ વિશે વધારાની માહિતી તેની વેબસાઇટ www.justice.gov/crt પર ઉપલબ્ધ છે, અને મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય અને શીર્ષક VI વિશેની માહિતી www.lep.gov પર ઉપલબ્ધ છે. જનતાના સભ્યો નાગરિક અધિકારોના સંભવિત ઉલ્લંઘનની જાણ civilrights.justice.gov/report/ પર કરી શકે છે અથવા ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઑફિસને www.justice.gov/usao-sdtx/civil-division/civil-rights-section પર જાણ કરી શકે છે.

Updated August 2, 2023

Topics
Access to Justice
Civil Rights
Press Release Number: 23-843