હમણાં મદદ મેળવો અથવા દ્વેષપૂર્ણ ગુનાની જાણ કરો (Gujarati)

હમણાં મદદ મેળવો

તાત્કાલિક મદદ કેવી રીતે મેળવવી તે સમજવા અને તમે સાક્ષી રહ્યા હો અથવા અનુભવ્યો હોય તેવા દ્વેષપૂર્ણ ગુનાની કેવી રીતે જાણ કરવી તે સમજવા માટે નીચેની સૂચનાઓ વાંચો.

હમણાં મદદ મેળવો
 

આપાતકાળમાં મદદ મેળવવા માટે

જો તમે અથવા તમે જાણતા હો તેવી કોઇ વ્યક્તિ નિકટવર્તી જોખમમાં હોય, તો 9-1-1 ડાયલ કરો અથવા તમારા સ્થાનિક પોલિસ વિભાગનો સંપર્ક કરો.

આપાતકાળમાં મદદ મેળવવા માટે
 

દ્વેષપૂર્ણ ગુનાની જાણ કરવા માટે

જો તમે માનતા હો કે તમે દ્વેષપૂર્ણ ગુનાના શિકાર બન્યા છો, અથવા માનો છો કે તમે દ્વેષપૂર્ણ ગુનાના સાક્ષી રહ્યા છો:

પગલું 1: શક્ય તેટલું જલ્દી ગુનાની જાણ તમારા સ્થાનિક પોલિસને કરો.

પગલું 2: ઝડપથી એક કૉલ દ્વારા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) ટિપ લાઇન સાથે આ અહેવાલનું અનુવર્તન કરો.

1-800-225-5324 પર એફબીઆઇ ટિપ લાઇનને કૉલ કરો

એફબીઆઇ ટેલીફોન દુભાષિયાઓ રાખે છે જેથી તેઓ તમારી સાથે વાત કરી શકે. જ્યારે તમે કૉલ કરશો ત્યારે ત્યાં અંગ્રેજી અથવા સ્પેનિશમાં રેકૉર્ડ કરેલો એક મિનિટનો સંદેશ મળશે. જ્યાં સુધી તમે જીવંત ઑપરેટરને ન સાંભળો ત્યાં સુધી લાઇન પર રહો. તમે બોલો છો તે ભાષાનું નામ કહો અને ઑપરેટર તમે જેના વિશે જાણો છો અથવા અનુભવ કર્યો છે તે દ્વેષપૂર્ણ ગુનાની જાણ કરવામાં તમારી મદદ માટે તમને લાયકાત ધરાવતા દુભાષિયા સાથે જોડશે.

દ્વેષપૂર્ણ ગુનો શું છે?

દ્વેષપૂર્ણ ગુનો શું છે?
 

દ્વેષભાવ: આ શબ્દ “દ્વેષપૂર્ણ” ગેરમાર્ગે દોરનારો હોઈ શકે છે. જ્યારે દ્વેષપૂર્ણ ગુનાના કાયદામાં ઉપયોગમાં લેવાય છે, ત્યારે આ શબ્દ “દ્વેષપૂર્ણ” નો અર્થ ક્રોધ, ગુસ્સો અથવા સામાન્ય અણગમો થતો નથી. આ સંદર્ભમાં “દ્વેષપૂર્ણ” એટલે કાયદા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતા લોકો અથવા જૂથોની સામે પૂર્વગ્રહ.

ગુનો: દ્વેષપૂર્ણ ગુનામાં “ગુનો” એ ઘણીવાર હિંસક ગુનો, જેમ કે આવા ગુનાઓ આચરવા માટે હુમલો, હત્યા, આગચંપી, તોડફોડ અથવા ધમકીઓ હોય છે. તે કાવતરું ઘડવા અથવા અન્ય વ્યક્તિને આવા ગુના કરવા માટે પૂછવાનું પણ આવરી લે તેમ બની શકે છે, ભલે તે ગુનો ક્યારેય કરવામાં આવ્યો ન હોય.

પૂર્વગ્રહ અથવા દ્વેષપૂર્ણ ઘટના: પૂર્વગ્રહના કૃત્યો કે જે ગુના નથી અને તેમાં હિંસા, ધમકીઓ અથવા મિલકતને નુકસાન સામેલ નથી.

ફેડરલ દ્વેષપૂર્ણ ગુના અંગેના કાયદા આના આધારે કરવામાં આવતા ગુનાઓને આવરી લે છે:

 

રાજ્યના દ્વેષપૂર્ણ ગુનાના કાયદાઓ ભિન્ન હોય છે. મોટાભાગનામાં જાતિ, રંગ અને ધર્મના આધારે આચરવામાં આવેલા ગુનાઓનો સમાવેશ થાય છે. ઘણામાં વધારાની શ્રેણીઓ પણ સામેલ છે.

પ્રથમ સુધારો અને મુક્ત ભાષણ:

યુ.એસ. બંધારણના પ્રથમ સુધારા હેઠળ, માત્ર તેમની માન્યતાઓ માટે લોકોની ઉપર કાર્યવાહી કરી શકાતી નથી, ભલે પછી તે માન્યતાઓ અપમાનજનક હોય. પ્રથમ સુધારો, તેમ છતાં, સંરક્ષિત માન્યતાને કારણે ગુના કરનારા લોકોનું રક્ષણ કરતો નથી.

Updated May 9, 2022

Was this page helpful?

Was this page helpful?
Yes No